સિદ્ધપુરમાં ધંધા અર્થે લીધેલા પૈસા પરત ન આપી શખ્સે છેતરપિંડી આચરી, વેપારીએ ફરિયાદ નોંધાવી
સિદ્ધપુરમાં રહેતા યુસુફ મહંમદઅલી સાથે શહેરના ખરૂદ્દીન ઇસ્માઇલ દરબાર નામના ઈસમે આર્થિક લાભ મેળવવા તેમજ ઠગાઈ કરવા સારૂં કાવતરૂ રચી ધર્મગુરૂની ઓફીસના હોદ્દેદારોના ખોટા નામ ધારક કરી શેખ મુસ્તુફાભાઇ ભુજાવાલાના નામનું ખોટું ઇ-મેઇલ એડ્રેસ તથા તેઓના ધર્મગુરૂના સગા ભાઈના નામનું ખોટું ઇ- મેઇલ એડ્રેસ બનાવી ફરીયાદીને ઉપરોક્ત મોબાઇલ નંબરથી અવાર નવાર ફોન કરી તથા ટેક્સ્ટ મેસેજ કરી તથા ઉપરોક્ત બન્ને ખોટા ઇ-મેઇલ એડ્રેસ પરથી અનેક મેઇલો કરી ઇલેક્ટ્રોનીક મીડીયા માધ્યમથી ખોટા દસ્તાવેજ બનાવી ઇલેક્ટ્રીક દસ્તાવેજ ખોટા છે.
તેવું જાણતા હોવા છતાં કપટ પુર્વક તેનો ઉપયોગ કરી ફરીયાદીને ધાર્મિક રીતે લાગણીવશ કરી સદરી આરોપી ખરૂદ્દીન ઇસ્માઇલ દરબારને ધંધાર્થે આર્થિક મદદ કરવા સારૂ દોરી ફરીયાદી પાસેથી તા.૦૪/૦૩/૨૦૨૦ થી ૧૪/૦૬/૨૦૨૨ સુધી કુલ રૂ.૩૩,૦૦,૦૦૦/- (તેત્રીસ લાખ) પટ પૂર્વક લઇ લીધેલ અને ફરીયાદીની લેણી નીકળતી રકમના ફક્ત રૂ. 6,50,000/- પરત આપેલ અને રૂ. 26,50,000/- ન ચુકવી ફ રીયાદી સાથે વિશ્વાસઘાત તધા છેતરપીંડી કરી હોવાની યુસુફભાઇ ફીદડુસૈન મહંમદઅલી જાતે-પીવાલા (દાઉદી વ્હોરા) ઉ.વ.આ.63 ધંધો-નિવૃત્ત રહે, સિધ્ધ પુર ફ્લેટ નં. ૧૦૪ પ્રથમ માળ, હુસેન એપાર્ટમેન્ટ, ઇઝઝી મહોલ્લો દેવડી વાળાએ ઉપરોક્ત આરોપીઓ સામે સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.