
પાટણ માર્કેટયાર્ડમાં મહાલક્ષ્મી મંદિરે ધનતેરસના દિવસે માતાજીની ધનવર્ષા કરતી આગી કરાઈ
પાટણ શહેરના માર્કેટયાર્ડમાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધનતેરસના પવિત્ર દિવસે માતાજીની સન્મુખ ધનલક્ષ્મી કરતી આંગી કરાઇ હતી .જેના દર્શન નો લાભ વહેલી સવાર થી મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ધનની દેવી લક્ષ્મીમાતાજીના દર્શનો લાભ માર્કેટયાડના વેપારીઓ અને શહેરી જાણો લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.પાટણ શહેરમાં માકેર્ટયાર્ડમાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં માતાજીની ધનવર્ષા કરતી મનોહર આંગી કરાઈ હતી .જેમાં રૂપિયા 1,2, 5,10,50,100,200,500,2000 ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો .આ આંગી પાછળ કુલ 90 હજાર રૂપિયાની ચલણી નોટો નો ઉપયોગ કરાયો હોવાનું મંદિરના પૂજારી મહેન્દ્ર ભાઈ જણાવ્યું હતું.વધુ માં જણાવ્યું હતું કે મંદિર વહેલી સવાર થી રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહશે .જેથી ભક્તો મોટી રાત સુધી દર્શન કરી શકે.
પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલ કાલિકા માતાજીના મંદિરે પણ ધનતેરસ નિમીતે કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને રંગબેરંગી ફૂલો તેમજ નયનરમ્ય આગી કરાઈ હતી જેના દર્શન નો લાભ ભાવિક ભક્તોએ લઈ ધનતેરસના પવૅની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી..