પાટણ માર્કેટયાર્ડ ખાતે આવેલા મહાલક્ષ્મી માતા મંદિરે ધનતેરસ નિમિત્તે ચલણી નોટોની આંગી કરાઈ
ત્રણ દરવાજા સ્થિત લક્ષ્મી મંદિર અને જૂની કાળકા મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી: પાટણ શહેરના માર્કેટયાર્ડમાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધનતેરસના પવિત્ર દિવસે માતાજીની સન્મુખ ચલણી નોટો ની નયનરમ્ય આંગી કરાઇ હતી.
તો શહેરના ત્રણ દરવાજા સ્થિત લક્ષ્મી માતાજી મંદિરે લક્ષ્મી માતાજીને ચાંદીના કમલ પર બિરાજમાન કરતી આગી કરવામાં આવી હતી.ધનસંપતિના ઝળહળતા મહાદેવી લક્ષ્મીજીની મંગળવારે ધનતેરસના પવિત્ર દિવસે શહેરીજનોએ લક્ષ્મી માતાજી ના મંદિરે દિવસ દરમિયાન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ શહેરમાં માકેર્ટયાર્ડમાં આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં માતાજીની ધનવર્ષા કરતી મનોહર આંગી માં રૂપિયા 1,2, 5 10,20,50,100, 200,500, ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંગી પાછળ કુલ એક લાખ રૂપિયાની ચલણી નોટો નો ઉપયોગ કરાયો હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું હતું
જ્યારે શહેરના ત્રણ દરવાજા પાસે આવેલ લક્ષ્મી માતાના મંદિર પરિસર ખાતે ધનતેરસના દિવસે માતાજી ને લક્ષ્મી માતાજી નયનરમ્ય ફૂલો ની આંગી કરાઈ હતી તો ભક્તો દ્વારા ફુલ અને કમળ ચઢાવી પૂજા કરવામાં આવી હતી.સવારે 4 વાગે માતાજી નો 21લીટર દૂધ નો અભિષેક કરવામાં આવ્યો હતો.જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ધનની દેવી લક્ષ્મી માતાજીના દર્શનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલ કાલિકા માતાજીના મંદિરે પણ ધનતેરસ નિમીતે કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને રંગબેરંગી ફૂલો તેમજ નયનરમ્ય આગી કરાઈ હતી જેના દર્શન નો લાભ ભાવિક ભક્તોએ લઈ ધનતેરસના પવૅની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.