અનાવાડા ગૌશાળામાં એક લાખ પૂળા અને હારીજ ગૌશાળામાં ૫૦ હજાર પૂળાનું નુકશાન

પાટણ
પાટણ

(રખેવાળ ન્યૂઝ)પાટણ, 
હવામાનમાં આવેલા અચાનક બદલાવના કારણે પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં સતત બે દિવસથી કમોસમી મુશળધાર વરસાદ ચાલુ રહેતા જગતના તાત ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયા છે અને ખેતી પાકો ને મોટું નુકશાન થવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે શહેર સહિત પંથકના વિવિધ વિસ્તારોમાં જીવદયા ની ભાવના સાથે કાયૅરત ગૌશાળા ઓમા ગાયો માટે સંગ્રહ કરવામાં આવેલ ધાસચારો વરસાદ નાં કારણે પલળી જતાં ગૌશાળા સંચાલકો ને મોટા નુકશાન સાથે ગૌમાતા માટે નાં ચારા ની સમસ્યા ઉભી થવા પામી હોવાનું જાણવા મળ્યું છે.

છેલ્લા બે દિવસથી હવામાનમાં વિભાગની આગાહીનાં પગલે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પડેલા કમોસમી મૂશળધાર વરસાદ નાં કારણે પાટણ નજીક આવેલ અનાવાડા ની હરિ ૐ ગૌશાળા અને હારીજ નજીક ની શ્રી કૃષ્ણધામ ગૌશાળા માં ગૌમાતા માટે સંગ્રહ કરવામાં આવેલ ધાસના પુળા પલળી જતાં બન્ને ગૌશાળા નાં સંચાલકો ને મોટાં નુકશાન સાથે ગૌમાતા માટે નાં ચારા ની મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.