પાટણ ડીઇઓ કચેરીના હેડ ક્લાર્કની આગવી લોકચાહના ઝળકી ઉઠી

પાટણ
પાટણ 42

રખેવાળ ન્યુઝ પાટણ
પાટણ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં ડો. સુરેશભાઇ એસ પટેલ ને ઓડિટર ગ્રુપ ૧ તરીકે પ્રમોશન મળતા તેમણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ પાટણ ખાતે હાજર થઈ નવા હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો હતો. આ પ્રસંગે ડાયટના ઇ પ્રાચાર્ય ડો.બળવંતભાઈ ચૌધરી જિલ્લા આચાર્ય મંડળ, સંચાલક મંડળ, વહીવટી કર્મચારી મંડળ, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ હાજરી આપી ફુલહાર અને બુકે તેમજ શાલ ઓઢાડીને ડો.સુરેશભાઇ પટેલનું સન્માન કરી બઢતીની શુભેચ્છાઓ પાઠવી હતી. સુરેશભાઈ પટેલ છેલ્લા ૩૪ વર્ષથી પાટણ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે ૧૯૮૬ થી ૨૦૨૦ સુધીની તેમની સરકારી નોકરીની સફરમાં જુનિયર અને સિનિયર કલાર્ક તેમજ મુખ્ય કારકુન બાદ તેઓ ઓડિટર ગ્રુપ ૧ માં બઢતી મેળવીને પણ પાટણમાં જ હાજર થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.