વારાહી પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા-ફરતા આરોપીને બનાસકાંઠાના વાસરડા ગામેથી LCBએ ઉઠાવી લીધો
પાટણ જિલ્લા ના વારાહી પોલીસ સ્ટેશન માં નોંધાયેલ અપહરણ ના ગુના ના નાસતા ફરતા આરોપી ને પાટણ એલસીબી પોલીસે બનાસકાંઠા ના વાસરડા ગામેથી ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા નાસતા-ફરતા આરોપીઓ શોધી કાઢવા એલ.સી.બી ટીમ ને સૂચના આપી હતી જેને એલ.સી.બી પાટણ પોલીસ સ્ટાફના માણસો એલ.સી.બી. ઓફીસ ખાતે હાજર હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે વારાહી પો.સ્ટે. પાર્ટ એ નોંધાયેલ ગુના ના આરોપી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી ઠાકોર હિતેષભાઇ મઘાભાઇ રહે.વાસરડા તા.વાવ જી.બનાસકાંઠા હાલ.રહે.રામપુરા તા.પાલનપુર જી.બનાસકાંઠાવાળો મુ.વાસરડા તા.વાવ જી.બનાસકાંઠા ખાતે ગામની સીમમાં હાજર છે અને તે વિસ્તારમાં રહે છે. જે હકીકત આધારે નાસતા-ફરતા આરોપીને મુ.વાસરડા તા.વાવ જી.બનાસકાંઠાથી અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ વારાહી પોલીસ સ્ટેશન સુપ્રત કરવામાં આવેલ છે.