
હારીજના અરીઠા ગામના યુવકને મરી જવા મજબૂર કરનાર ત્રણ શખ્સો સામે ફરિયાદ
ચાણસ્મા તાલુકાના કંબોઈ નજીક આવેલ નર્મદાની મુખ્ય કેનાલમાંથી શનિવારના રોજ સાંજના સુમારે અરીઠા ગામના 24 વર્ષિય યુવાન કિરણ જોષી નામના આશાસ્પદ યુવાનની લાશ મળી હતી. જેમાં પરિવારના લોકોને જાણ થતાં તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતા. પરિવારે શનિવારના રોજ લાશ મળ્યાના થોડા સમય પહેલા હારીજ પોલસ મથકે ગામના ત્રણ શખ્સોએ માર માર્યો જેની બિકથી કિરણ જોષી આઠમની રાત્રીથી ગુમ થયો હોવાની અરજી કરેલ હતી. ત્યારબાદ લાશ મળતાં ચાણસ્મા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લાશને ચાણસ્મા રેફરલ ખાતે લાવી પેનલ ર્ડાક્ટર દ્વારા લાશનું પીએમ કરાવ્યું હતું. જેનો રોપોર્ટ મંગળવારના રોજ આવતાં અરીઠા ગામના ત્રણ શખ્સો વિરૂધ્ધ આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ હતી.આ બાબતે મૃતક કિરણ જોષીના કાકા ભરતભાઈ જોષી દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ મારા ભત્રીજાને ખૂબ લાંબુ જીવવું હતું અને ધણા અરમાન હતા પરતું આઠમના રાત્રે અમારા ગામમાં રાધે ક્રિષ્ણ મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનો પ્રસંગ ગામના લોકોએ રાખેલ હતો. જે પ્રસંગમાં મોડા સુધી ગરબા રમી ત્યારપછી તેના મિત્રો સાથે પટેલોના માઢની પાછળ ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં બેઠેલ હતા. તે દરમ્યાન અમારા ગામના ઠાકોર દિનેશજી રણછોડજીએ તેની કંટુંબી બહેન સાથે કિરણને આડા સબંધ નો ખોટો વહેમ રાખી જેની અદાવત રાખી દિનેશજીએ કિરણને બોલાવવા આવેલ અને કહેલ કે તારૂ કામ છે. પાછળ આવ તેમ કહીને પાછળના ભાગે આવેલ ખેતરમાં અંધારામાં બોલાવી લઈ ગયેલ ત્યાં બીજા બે શખ્સો જેમાં રાહુલજી ઉર્ફે રણજીતજી ભીખાજી ઠાકોર તથા રાજુજી રામસંગજી ઠાકોર ત્રણેય રહે. અરીઠા વાળાઓ અગાઉથી પ્લાનિંગ સાથે જાનથી મારી નાખવાના ઈરાદે ઉભેલ હોય અને તેઓ ત્રણેય જણાએ કિરણને લાકડાના પાટીયા તથા ગડદાપાટુથી ઢોરમાર મારેલ હતો.
કિરણ બુમાબુમ કરતાં નજીકમાંથી ગામના લોકો બેઠેલ હતા. તે ત્યાં દોડી આવી કિરણને વધુ માર માંથી છોડાવેલ તે વખતે આ ત્રણેય જણાઓએ કિરણને ધમકી આપેલ હતી. કે તું ગમે ત્યાં જઈશ અમે તને જીવતો રાખીશું નહીં તેવી ધમકીઓ આપી ત્રાસ આપતાં કિરણ ત્યાંથી નિકળી ઘરની બહાર પડેલ બાઈક લઈ બહુચરાજી નજીક નોકરી કરે છે. ત્યાં કંપનીની બહાર પાર્લર પર બાઈક મુકી નિકળી ગયેલ છે. નોકરી પણ ગયેલ નથી, જે બાબતે કાકા ભરતભાઈ હારીજ પોલીસ મયકે શનિવારના રોજ સાંજના સુમારે અરજી કરેલ ત્યારબાદ મૃતક કિરણની લાશ ચાણસ્મા નજીક કેનાલ માંથી તરતી હોવાના સમાચાર મળતાં પરિવારના લોકો તાત્કાલી દોડી ગયાં હતા. મૃતકની લાશને ચાણસ્મા રેફરલ ખાતે પેનલ ડેક્ટિરી પીએમ કરાવ્યું હતું પીએમ રીપોર્ટ આવ્યા બાદ ચાણસ્મા પોલીસે ત્રણ શખ્સો જેમાં દિનેશજી રણછોડજી ઠાકોર, રાહુલજી ઉર્ફે રણજીતજી ભીખાજી ઠાકોર, રાજુજી રામસંગજી ઠાકોર વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે ચકોગતી માન કર્યાં છે.હારીજના અરીઠા ગામે રહેતા કિરણ જોષી નામના શખ્સને ગામના ત્રણ લોકો દ્વારા તેમની કૈટુંબીક બહેન પાસે આડા સબંધ હોવાની શંકા કરી યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવક બીકનો માર્યો અને ઈજ્જતના ડરે જીવન ટુંકાવ્યું હતું. આશાસ્પદ અને ૨૪ વર્ષિય યુવાનની ખોટ પડતાં પરિવારનામાં શોકનો માહોલ છવાયો હતો.