કોઈટાના ખેડૂતોએ ઊભો પાક ઉખાડી હોળી કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ચોમાસાની સીઝનમાં સરેરાશ 30 ઇંચથી વધુ વરસાદ વરસતા જિલ્લામાં ખેતી પાકને ભારે નુકશાન થવા પામ્યું છે. પરંતુ સરકાર દ્વારા પાક નુકશાન સહાયમાં સરસ્વતી તાલુકાના 76 ગામોનો સમાવેશ ન કરવામાં તાલુકાના કોઈટા ગામે ખેડૂતો દ્વારા પાકની હોળી સળગાવી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છતાં ખેતીવાડીના સર્વે મુજબ આ તાલુકાઓમાં ખેડૂતોને નુકશાન ન થયું હોઈ સરકાર દ્વારા પાક નુકશાન સહાય પેકેજમાં તાલુકાના ખેડૂતોને બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સરસ્વતિ તાલુકાના ગામે ખેડૂતો એકત્ર થઇ ખેતરોમાં ઉભા પાકને ઉખાડી તેની હોળી સળગાવી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ભારે નુકશાન થતા સહાયથી બાકાત રાખવામાં આવ્યા હોઈ સત્વરે ખેડૂતોને કોરોના મહામારીમાં રાહત થાય તે માટે સહાયમાં સમાવેશ કરવાની માંગ કરી હતી. જ્યાં રસ્તા પર ઉતરવાની કે કલેક્ટર કચેરીએ ધરણાંની ચિમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાક સહાય મંજુર કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. સરકાર દ્વારા સર્વે કરાવવો જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.