કોડધા રણમાં ઘુડખર અભયારણ્ય વિસ્તારમા ઇકો ટુરિઝમ વિકાસાવાશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં કચ્છના નાના રણમાં આવેલા સમી તાલુકાના કોડધા ઘુડખર અભયારણ્યમાં વનવિભાગ દ્વારા નિર્માણ કરાયેલ વાડીલાલ ડેમ વર્તમાનમાં વન્ય પશુ અને પક્ષીઓનું આશ્રયસ્થાન બની ગયો છે.ત્યારે પ્રવાસીઓને ઘુડખર નિહાળવા માટે ટાવર અને રહેવા માટે તંબુની વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને ધ્યાને લઇ આ સ્થળને ઇકો ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા તાજેતરમાં રૂ.4.47 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.જેમાં સુંદર બગીચો,ફરવા માટે વનપથ,કોટેટભૂંગા,સનસેટ પોઇન્ટ,રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.આ સિવાય પ્રાકૃતિક શિક્ષણ માટે શાળા-કોલેજોના છાત્રો માટે શિબિરો યોજાય છે.આમ આગામી સમયમાં છાત્રોને રહેવા માટે 25×25 બેડના ડોરમેટ્રી બનાવાશે તેમજ કોટેટભૂંગા,ફરવા માટે વનપથ,રમણીય બગીચો અને સમીના રણમાં પર્યટકોને આકર્ષણ ઊભું કરવા સનસેટ પોઇન્ટ બનાવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.