પાટણમાં પત્ની અને બાળકો સાથે માથાકૂટ કરી રહેલા પતિને સમજાવવા ગયેલા બે વ્યક્તિ પર છરીથી હુમલો

પાટણ
પાટણ

પાટણ શહેરનાં રાજકાવાડા-ઇકબાલ ચોક કાજીની હવેલી સામે વાણિયાવાડ વિસ્તારમાં ગઇ રાત્રે પત્ની અને બાળકો સાથે માથાકુટ કરી રહેલા પતિને સમજાવવા માટે ગયેલા બે વ્યક્તિ ઉપર પતિએ છરીથી હુમલો કર્યો હતો. જેથી બંનેને ઇજાઓ પહોંચી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ઉપરોક્ત વિસ્તારમાં રહેતા ગોહર અલી તેમની પત્ની અને બાળકો સાથે માથાકૂટ કરતાં હોવાથી નજીકમાં ઉભેલા આરેજઅલી અને સહેજાદઅલી બંને જણા તેનાં ઘરે સમજાવવા ગયા હતા. ત્યારે તેણે ઉશ્કેરાઇ જઇને જીવલેણ હુમલો કરવા છરી લઇને આવેલા ગોહરઅલીએ મારવા જતાં છરી પકડી લીધી હતી. જેથી તેમને ગરદન અને હાથે ઘસરકો થતાં ઇજાઓ થઇ હતી. જ્યારે તેમનાં મિત્ર સહેજાદઅલીને પણ બંને હાથની હથેળીઓ આંગળી પર છરીથી ઇજા થઇ હતી.

આ બનાવને પગલે બુમાબુમ થતાં મહેલ્લાનાં લોકો ભેગા થઇ ગયા હતા ત્યારે ગોહર અલીએ ધમકી આપી હતી. આ બનાવ બાદ બંને જણા પાટણની સિવીલમાં સારવાર માટે જતાં અરોજઅલીને હથેળીમાં પાંચ અને કલાઇનાં ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા. જ્યારે સહેજાદઅલીની પ્રાથમિક સારવાર કરી હતી. આ બનાવ અંગે પોલીસે આઇપીસી 324, 294(બી) મુજબ ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.