પાટણનાં સીટી પોઇન્ટ પાસે પૈસાની ઉઘરાણી કરનાર પર છરીથી હુમલો

પાટણ
પાટણ

પાટણમાં રહેતા અને ગંજશહીદપીર વિસ્તારમાં રેડીમેડની દુકાન ધરાવતા માજીદખાન રાઉમાની દુકાને ઇરફાનભાઇ નામનાં વ્યક્તિ એકાદ મહિના પૂર્વે આવીને રૂા. 1000ની કિંમતનાં કપડાં એક માસનાં વાયદાથી લઇ ગયેલા. એક મહિના પછી માજીદખાતે તેમની પાસે ઉઘરાણી કરતાં હતાં. ગઇકાલે મંગળવારે રાત્રે માજીદનખાનને ઇરફાનભાઇએ ફોન કરીને તેમને પાટણમાં સીટીપોઇન્ટ પાસે ચાની હોટલે બોલાવી ને રૂ 1000 આપ્યા હતા. ને ગાળો બોલીને કહેલ કે, વારંવાર મારી પાસે રૂા. 1000ની ઉઘરાણી કેમ કરતો હતો?’ તેમ કહી ઉશ્કેરાઈ જઈને છરી કાઢીને માજીદખાનનાં પેટ ઉપર મારવા જતાં તેણે હાથ આડો કરતાં તેની હથેળીમાં છરી વાગી હતી. લોકોએ ભેગા થઇને છોડાવ્યા હતાં. તેમણે પાટણની સરકારી હોસ્પિટલમાં જઇને સારવાર કરાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.