સતલાસણા – સિધ્ધપુર પો.સ્ટે વિસ્તાર માંથી ચોરાયેલ બે મોટર સાયકલ સાથે બે ઇસમો ને કાકોશી પોલીસે ઝડપ્યા

પાટણ
પાટણ

ચોરીઓ અટકાવવા સારૂ કરેલ સુચના આધારે કાકોશી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે એક કાળા કલરનુ હીરો કંપનીનુ પેશન પ્રો. મો.સા.નંબર GJ31K0562 અને હીરો કંપનીનુ એચ.એફ.ડીલક્ષ મો.સા નંબર GJ02BM9978 બન્ને વ્હીકલ ચાલકોને ઉભા રાખી પુછપરછ કરતાં એક વ્હીકલ સિધ્ધપુર પો.સ્ટે.ના વિસ્તારના ખળી ચાર રસ્તા ખાતેથી તથા એક વ્હીકલ સતલાસણા પો.સ્ટે વિસ્તારમાંથી ચોરી કરેલા ની હકીકત જણાવતા જે બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં મો.સા ચોરી બાબતે સતલાસણા પો.સ્ટે મા ગુન્હો દાખલ થયેલ હોવાનું જાણવા મળતા ચોરીના બન્ને મો.સા નંગ-૦૨ કબ્જે આરોપીઠાકોર સંજયજી ઉર્ફે કાળીયો મંગાજી ભેમાજી,મુળ રહે- છાપી રેલ્વે સ્ટેશન તા.વડગામ જી.બનાસકાંટા હાલ રહે. કામલી તા.ઉઝા જી.મહેસાણા અને પરમાર કલ્પેશભાઇ મણીલાલ રહે વરવાડા તા.ઉઝા જી.મહેસાણા ની અટકાયત કરી આગળ ની કાર્યવાહી કાકોશી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.