
રાધનપુર પોલીસ સ્ટેશનનો જમાદાર બુટલેગરો ને સેટિંગ કરાવતો ઓડીઓ વાયરત થતા ઉચ્ચ કક્ષાએ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ
રાધનપુર પંથકમાં પોલીસ જ દારૂનો વ્યાપલો વધારવા સેટિંગ કરતા હોવાની ગંભીર ઓડીઓ કલીપ વાયરલ થતા અનેક સાવલો ઉભા થયા છે.આ કલીપ વાયરલ થતા પોલીસ પર પ્રજાએ વિશ્વાસ ઉઠતા એક જાગૃત નાગરિક દ્રારા પોલીસ ખાતામાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થવા પામી છે.
રાધનપુર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા ભીખુદાન પર કુખ્યાત બુટલેગર સુરેશભાઈ ઠકકર જેનો દારૂ તાજેતરમાં જ સ્ટેટ મોનેટરિંગ સેલ દ્રારા તેની દારૂ ભરેલી બોલેરો ગાડી નો પીછો કરતા ઝડપી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.આ બુટલેગર હાલ ફરાર છે પરંતુ તેણે રાધનપુર પોલીસ ના કર્મચારી ભીખુદાન ની દારૂ વ્યાપલા વધારવામાં સંડોવણી હોવાની વાત સામે આવી છે.આ બુટલેગર ના ઓડીઓ કલીપ વાયરલમાં ચોંકાવનારો ખુલ્લાંસો કરતા પોલીસ કર્મી સામે ગંભીર આક્ષેપો થયા છે.
બુટલેગરે ઓડીઓમાં ખુલ્લાંસો કરતા જણાવ્યું છે કે રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જમાદારે બુટલેગરના દારૂના ધંધામાં વેચાણ માટે સેટિંગ કરાવે છે. અગાઉ આ પોલીસ કર્મીએ દારૂ વેચાણમા 1 લાખ 22 હજારનું પોતાની જવાબદારી લીધી હતી પરંતુ એ પૈસા મળ્યા નથી.આ પોલીસ વાળાને સામેવાળો દારૂનો હોલ આપે એટલે એ બાજુ થઈ જાય છે.
આમ ચોંકાવનારો ઓડીઓ કલીપ વાયરલ થતા રાધનપુર ના જાગૃત નાગરિકે જમાદાર વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા સ્ટેટ મોનેટરિંગ સેલ અને ઉચ્ચ કક્ષાએ લેખીત ફરિયાદ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ પોલીસ કર્મી સામે કેવા પ્રકારના પગલાં ભરાય છે તે સમય બતાવશે.હાલ આ કલીપ વાયરલ થતા રાધનપુર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.