
પાટણ શહેરમાં જલારામ બાપની 224 જન્મ જયતીની ઉજવણી કરાઈ
પાટણ શહેરમાં આનંદ સરોવર પાસે આવેલા જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 224 મી જન્મ જયંતિપર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી ક૨વામાં આવી હતી.જેમાં જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બાપા ની જન્મ જયંતિ પર્વને અનુલક્ષી પ્રાતઃ આરતી પૂજન બાદ મંદિર પરિસર ખાતે હવન કરાયો હતો.શહેરના જલારામ મંદિર ખાતે શ્રી જલારામ બાપાની 224મી જન્મ જયંતિપર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જન્મ જયંતિ પર્વને અનુલક્ષી પ્રાતઃ આરતી પૂજન બાદ મંદિર પરિસર ખાતે હવન કરાયો હતો.ત્યાર બાદ બપોરે ભવ્ય શોભાયાત્રા યાત્રા નીકળશે. હજારો લોકોએ જલારામબાપાના દર્શન નો લાભ લીધો હતો, જયનાદ ગજવ્યો હતો. યજ્ઞના યજમાન પદે હેમંતભાઈતન્ના પરિવારે લ્હાવો લીધો હતો.બપોરે બાપા નો જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.
બાપાની શોભાયાત્રા યજમાન ગં.સ્વ. ડાઇબેન જયંતિલાલ ઠકકર હ. જશુભાઇ, અલ્કેશભાઈ તથા કમલેશભાઇ ઠકકર, પુજય બાપાના શોભાયાત્રા યજમાન સતિષકુમાર કાન્તિલાલ ઠકકર-પાટણ પુજય બાપાના શોભાયાત્રા પ્રસાદના યજમાન જલારામ સેવકો , જલારામ મંદિર, સહિત યજમનો લાભ લીધો હતો