હારીજ પંથકમાં યુવક-યુવતિ ભાગી ગયા બાદ ઇસમોએ યુવકના પરિવાર પર હુમલો

પાટણ
પાટણ 187

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના આનંદપુરા(વાંસા)ના ખેડૂત પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. આનંદપુરામાં રહેતાં હીરાભાઇ ઇશ્વરભાઇ પોતાના કુટુંબી ભત્રીજા રાજેશ જગદીશભાઇ પટેલને દીકરાને જેમ રાખતાં હતા. રાજેશને ચાણસ્મા તાલુકાના એક ગામની સમાજની જ યુવતિ સાથે પ્રેમસંબંધ હોઇ બંને ભાગી ગયા હતા. જે બાદમાં યુવતિના પરીજનોએ હીરાભાઇ સહિતનાને પોતાનો દીકરા અને તેમની દીકરીને શોધી લાવવા પાંચેક દિવસનો સમય આપ્યો હતો. જે બાદમાં તા. 1 જુનના રોજ જયંતિભાઇ પટેલ સહિતનાએ આંનદપુરા પહોંચી ગાળાગાળી કરી લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

હારીજ પંથકમાં યુવક-યુવતિ ભાગી ગયા બાદ ઇસમોએ યુવકના પરિવાર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હારીજ તાલુકાના એક ગામના યુવક ચાણસ્મા તાલુકાના ગામની યુવતિ સાથે ભાગી ગયો હતો. જે બાદમાં યુવતિના પિતા સહિતના ઇસમો યુવકના ઘરે પહોંચ્યાં બાદ ગાળાગાળી કરી પોતાની દીકરી સોંપવા માથાકૂટ કરી હતી. જે બાદમાં ભેગા મળી ગાળાગાળી કરી યુવકના પરીજન પર લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસ ગયા હતા. જેને લઇ ખેડૂતે 5 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હારીજ તાલુકાના ગામે પ્રેમસંબંધ બાદ યુવક-યુવતિ ભાગી જતાં પરીજનો પર હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. ઇસમો યુવકના પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે યુવકના પરીજન હીરાભાઇએ કીરીટભાઇ, જીતુભાઇ, ભરતભાઇ, જયંતિભાઇ અને મોલિક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.