રાધનપુરમાં બાઇક અથડાતાં કહેવા જતાં ઇસમોએ દંપતિ પર લાકડીથી હુમલો કર્યો

પાટણ
પાટણ 162

રાધનપુર તાલુકાના ગામે ઇસમે મહિલાને બાઇક અથડાવ્યા બાદ મહિલા કહેવા જતાં ઇસમે અને તેના પરિવારે દંપતિ પર હુમલો કર્યાની ઘટના બની છે. ગઇકાલે સવારે ગામમાં રહેતું ખેડૂત દંપતિ જીરૂ વેચવા જતાં હોઇ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. આ દરમ્યાના ગામનો એક ઇસમ અચાનક પુરઝડપે બાઇક લઇને આવી મહિલાને અડફેટે લીધી હતી. જેથી મહિલાએ એ બાબતે ઠપકો આપતાં ઇસમ પોતાના ઘરેથી પરીજનોને બોલાવી લાવી ઇસમોને ભેગા મળી દંપતિને લાકડી અને ધોકાથી માર માર્યો હતો. આ સાથે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હોઇ તમામ ઇસમો સામે રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ખેડૂત દંપતિ પર હુમલાની ઘટના સામે આવી છે. ગામના કાળુભાઇ રઘુભાઇ ઠાકોર તેમની પત્નિ સાથે વરીબેન સાથે વારાહી મુકામે જીરૂ વેચવા જતાં હોઇ પેદાશપુર બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. આ દરમ્યાન ગામનો રોહિત નાથાભાઇ ઠાકોર પોતાનું બાઇક પુરઝડપે હંકારી વરીબેનને પગે અથડાવ્યું હતુ. જેથી દંપતિએ રોહિતને ઠપકો આપતાં તે ઘરે જઇને તેના મોટાભાઇ નરેશને બોલાવી આવી લાકડી અને ધોકા વડે દંપતિને માર માર્યો હતો. જે બાદમાં રોહિતના મમ્મી અને મામા રામજીભાઇ પણ આવી જતાં તેઓએ પણ માર માર્યો હોવાનું લખાવ્યુ છે.

રાધનપુર તાલુકાના ગામે નજીવી બાબતે ઇસમોએ ભેગા મળી દંપતિ પર હુમલો કરતાં બંને ઇજાગ્રસ્ત બન્યાં હતા. જેથી બંને પતિ-પત્નિને તાત્કાલિક સારવાર અર્થે પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કાળુભાઇ રઘુભાઇ ઠાકોરે ચાર વ્યક્તિના નામજોગ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ચારેય સામે આઇપીસી 279, 337, 323, 324, 504, 506(2), 294(b) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.