હારીજમાં સામાન્ય બાબતે ઇસમોએ 3 વ્યક્તિ પર કર્યો હુમલો, 8 વિરૂધ્ધ ફરીયાદ

પાટણ
પાટણ 102

હારીજ તાલુકાના ગામે ઇકો આગળ બાળક આવી જતાં ચાલકે બ્રેક માર્યા બાદ ઇસમો તેના પર તુટી પડ્યા હતા. આ સાથે ઇકોમાં બેસેલ એક મહિલાને પણ માર માર્યો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ મામેરાને જમાડવાનો રીવાજ પુર્ણ કરી ઇકોચાલક સહિતના પરત ફરી રહ્યા હોઇ એક મહોલ્લાં આગળ બાળક કારની આગળ આવી જતાં ચાલકે બ્રેક મારી હતી. જોકે સ્થાનિક ઇસમો લાકડી, ધોકા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે ચાલક અને મહિલા પર તુટી પડ્યા હતા. જે બાદમાં સ્થાનિકોએ વચ્ચે પડી છોડાવ્યાં બાદ ઇસમો નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે હારીજ પોલીસે ૮ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાટણ જીલ્લાના હારીજ તાલુકાના એકલવા ગામે નજીવી બાબતે ઇકોચાલક અને મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે. એકલવા ગામના પ્રજાપતિ વાસમાં રહેતાં ભરતભાઇ જગમાલભાઇ જોષી, હરગોવનભાઇ, જબીબેન અને કમલેશભાઇ જોષી સહિતના મામેરાને જમાડવાની પ્રથા પુર્ણ કરી દેલવાડાથી પરત આવ્યા હતા. આ દરમ્યાન એકલવા ગામના ગાંડાભાઇ મુસલમાનના ઘર આગળ આવતાં એક નાનુ છોકરું ગાડી આગળ આવી જતાં ચાલકે બ્રેક મારી હતી. આ દરમ્યાન સ્થાનિકો હથિયારો સાથે આવી જઇ ચાલક સાથે ગાળાગાળી કરી મારઝૂડ કરી હતી. જ્યાં જબીબેન વચ્ચે પડતાં તેમની સાથે પણ મારઝૂડ કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે.

એકલવા ગામે બનેલી ઘટનામાં ચાલકે કહેલ કે, હું ગાડી શાંતિથી જ ચલાવુ છુ તમાર છોકરો દોડતો ગાડી આગળ આવી ગયો હતો. આ તરફ ઉશ્કેરાયેલા બાબુભાઇ, નશાખાન, કાસમ, ઇબાકખાન, ઇશાખાન, ઇદ્રીશમીયાં, મોશીનભાઇ અને લતીફભાઇ સહિતના લાકડી અને ધોકા વડે ચાલક પર તુટી પડ્યા હતા. આ જબીબેન અને કમલેશભાઇને પણ ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે ભરતભાઇએ આઠ ઇસમો સામે હારીજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તમામ ઇસમો સામે આઇપીસી 147, 148, 149, 324, 323, 506(2), 427 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.