પાટણ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં 380 જગ્યા માટે 700 વિદ્યાર્થીના ઇન્ટરવ્યૂ

પાટણ
પાટણ

પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની 13 કોલેજોમાં ગ્રેજ્યુએશન માં અભ્યાસ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી રહે તે માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 40 કંપનીઓએ વિવિધ ક્ષેત્રમાં 370 જગ્યાઓ માટે રજિસ્ટ્રેશન થયેલા 700 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યાં હતાં. પસંદગી થયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કંપનીઓમાં પ્લેસમેન્ટ માટે જઈ શકશે.

પાટણ જિલ્લામાં બી.એ બી.કોમ એન્જિનિયરિંગ ડિપ્લોમા જેવી 13 કોલેજના છાત્રોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીની તક મળે તેવા હેતુથી બુધવારે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લાની 13 કોલેજોના 700 વિદ્યાર્થીઓએ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં સાઈકેટ સેન્ટર, માઈલ્ડ સ્ટોન, અસાઈ ગ્લાસ પ્રા. લી, કછુવા સોલ્યુશન, પાડવા HR, વિનશ પ્રા. લી. જેવી 40 કંપનીઓ હાજર રહી હતી. અને માર્કેટિંગ અકઝ્યુટિવ, પ્રોગ્રામર , એન્જીનિયર, સ્ટાફ સહિતની વિવિધ 380 જગ્યાઓ માટે રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવાયાં હતાં.

મોડી સાંજ સુધી કેમ્પસમાં ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલી હતી.સિલેક્શન થયેલા છાત્રોનો હાલમાં અભ્યાસ ચાલુ હોય બે માસ બાદ અભ્યાસ પૂર્ણ થતાં પસંદગી થયેલ કંપનીઓમાં પ્લેસમેન્ટ માટે જઈ શકે છે. આ કેમ્પમાં નોડલ ઓફિસર તરીકે ડૉ. એચ.એસ.પટેલ અને કો.ઓ તરીકે પ્રોફેસર એસ.જી.પ્રજાપતિ સહિત કંપનીઓના સ્ટાફ હાજર રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.