ભારતીય ક્રિકેટર રાહુલ ચહરે મંગેતર ઈશાની સાથે રોમેન્ટિક ફોટો કર્યા શેર

પાટણ
પાટણ 89

ન્યુ દિલ્હી,
મુંબઈ ઇન્ડિયન્સના લેગ સ્પિનર રાહુલ ચહરે મંગેતર ઈશાની સાથેનો એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. બંનેની સગાઈ ૧૨ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ થઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સની મેચ હોય ત્યારે ઈશાની કાયમ સ્ટેન્ડ્‌સમાંથી રાહુલને ચીયર કરતી હોય છે.
ગયા વર્ષે કોરોનાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ યુએઈ શિફ્ટ કરવામાં આવી હતી. ત્યારે રાહુલને સપોર્ટ કરવા ઈશાની યુએઈ પણ ગઈ હતી. આ વખતે પણ તે મુંબઈ ઇન્ડિયન્સના બાયો-બબલનો ભાગ રહી હતી, અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ થઈ ત્યાં સુધી રાહુલ સાથે જ રહી હતી. રાહુલે અવારનવાર ઇન્ટરવ્યુમાં ઈશાની માટેનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
રાહુલે તાજેતરમાં બંનેનો એક ફોટો શેર કર્યો જેમાં બંને લવબડ્‌ર્સ એકબીજાને હગ કરતા જાેવા મળે છે. બંને અત્યારે ગોવામાં વેકેશન મનાવી રહ્યા છે, અને આ ફોટો ત્યાં જ ક્લિક કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૧ વર્ષીય રાહુલે આ સીઝનમાં મુંબઈ માટે ૭ મેચમાં ૧૧ વિકેટ ઝડપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.