
પાટણમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈઓની દુકાનો પર તપાસ હાથ ધરાઈ
પાટણમાં દિવાળીના તહેવારોને લઈ છેલ્લા ૩૦ દિવસથી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ મીઠાઈના વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ કરીને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં શહેર માંથી 41 દુકાનો માંથી વિવિધ મીઠાઈઓના સેમ્પલ લઈને ચેકિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.પાટણ શહેરમાં દિવાળીના તહેવારોને લઈ મોટા પ્રમાણમાં મીઠાઈઓનું વેચાણ થઈ રહ્યું હોય લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા ને ધ્યાનમાં લઇ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાટણ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે જ તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જેમાં એક ઓક્ટોબરથી કર્મચારીઓની જુદી જુદી ટીમ દ્વારા વિવિધ મીઠાઈ ની દુકાનો ઉપર ઓચિંતી તપાસ હાથ ધરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં છેલ્લા ૩૦ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને કુલ 41 દુકાનોમાંથી વિવિધ વેચાણ થતી મીઠાઈઓના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું વિભાગના એમ. એમ. પટેલ, યુ. એચ. રાવલ અને એચ. બી. ગજજરે જણાવ્યું હતું