પાટણની બજારોમાં કોમ્પ્યુટર યુગમાં પણ ચોપડા પૂજનની સામગ્રીની અને મેરમેરાયાની લોકોએ ખરીદી કરી

પાટણ
પાટણ

મંગળવારથી નૂતન વર્ષ શરૂ થઈ રહ્યુ છે. ત્યારે પાટણ શહેર રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. પાટણ શહેરમાં બજારો સવારથી જ ભરચક બની હતી અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરની બજારો ભરચક જોવા મળી હતી. શહેરના મંદિરેને પણ રોશનીથી જગમગ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત આજના દિવસે રંગોળી પુરવાની પણ એક મહત્વની પ્રથા છે. શહેરના બાળકોએ પોતાના ઘરઆંગણામાં સુંદર મજાની રંગોળીની સજાવટ કરી હતી. પાટણ શહેરમાં દિવાળી તહેવારોની રોનક ફરી પાછી ફરતાં વેપારીઓ હરખાયા હતા. જેથી દિપાવલીનું પર્વ આજે ભારે હર્ષોલ્લાસ અને આનંદમય રીતે ઉજવાયું હતું.પાટણમાં આજે દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે શારદાપૂજનનું અનન્ય મહત્વ છે. પાટણના વેપારીઓએ શુભ મહુર્તમાં આજે ચોપડાની ખરીદી કરી હતી. શહેરના ર્દોશીવટ બજારમાં ચોપડા પૂજનની સામગ્રી, છોકડી, ખડી, કિત્તો, ધરી, ગોઠડીઓ, લાલ મરજીનું પણ ધૂમ વેચાણ કર્યુ હતું. ખાસ કરીને ચોપડામાં લખવા માટે વપરાતી શ્યાહી સનાનું પણ ધૂમ વેચાણ થયુ હતું. જેની ખરીદી કરવા માટે આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પાટણની ઘર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી.


આ વખતે રંગબેરંગી મેરમેરૈયા પણ પાટણમાં વેચાતા જોવા મળ્યા હતા. માત્ર વેલા જ હાથમાં આવ્યાં છે . વળી આ વખતે મેરમેરૈયા માટે ઉપયોગમાં લેવાતી વરખડાનાં ઝાડની ડાળીઓનો જથ્થો ઓછો આવ્યો હતો. કેટલાક વેપારીઓએ મેરમેરૈયાઓનાં બદલાવ કરીને તેને તેનાં અસલ ઘાટમાં બનાવીને વેચ્યા હતા. તે અંગે વેપારીએ કહ્યું કે, લોકોએ વરખડાનાં ઝાડ જ કાપી નાંખ્યા હોવાથી અમારે તેને શોધવા ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.વેપારીઓએ પરંપરા સાચવવા માટે તેમણે જરુરી સ્ટેશનરી ખરીદી કરી હતી. આજે શહેરમાં દિવાળીના વધેલા ઉત્સાહને લઇને બજારમાંવહેલી સવારથી જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.