
સિદ્ધપુરમાં ગાડી ચાલકને હાથે છરી મારી મોબાઇલ લઇને શખ્સ ફરાર, રોકડ રકમ લૂંટવામાં નાકામયાબ
સિદ્ધપુર ખળી ચાર રસ્તા થી બ્રાહ્મણવાડા હાઇવે ની વચ્ચે આવેલ મહાલક્ષ્મી ફેકટરી આગળ ફેક્ટરી ના કામથી બહાર એમની ગાડી પાર્ક કરવામા આવી હતી જેમા ડ્રાઇવર અને કંડકટર બંને સુઈ ગયા હતા ત્યારે બપોરે ત્રણ શખ્સો પલ્સર બાઈક લઇને લૂંટ ના ઇરાદે આવેલા હતા.
ગાડી ના કંડકટર દિનેશ બિશનોઈ ના જણાવ્યા અનુસાર તેઓ ફેક્ટરી આગળ ગાડી લગાવીને બેઠા હતા તે સમયે 3 શખ્સો પલ્સર બાઈક લઇને લૂંટ કરવા આવ્યા હતા અને ત્રણેના હાથમાં ચાકુ ના હથિયાર હતા.
કંડકટર પાસે 12 હજાર ના મોબાઇલ ની લૂંટ કર્યા બાદ ગાડી મા આશરે 12 હજાર રોકડ રકમ પણ હતી જે લૂંટવાનો પ્રયાસ કરતા દિનેશભાઈ ના સાથીદાર વચ્ચે આવતા તેમના હાથે છરી મારી હતી ને માથાના ભાગે પથ્થર મારીને ત્રણે શખ્સો ભાગી ગયા હતા અને રોકડ રકમ લૂંટવામા નિષ્ફળ રહ્યા હતા. આ ઘટના અંગે સિદ્ધપુર પી આઇ જે બી આચાર્ય એ આરોપીઓ ની શોધખોળ હાથ ધરી હતી.