
શંખેશ્વરમાં ખેડૂતે વ્યાજે લીધેલા 86 લાખ પરત આપી દીધા હોવા છતા 25 લાખના વ્યાજની માગણી કરાતી હોવાની ફરિયાદ
શંખેશ્વર તાલુકાનાં ઓરુમણા ગામનાં ખેડૂતે 2020ની સાલમાં પોતાનો ઘરકામ માટે રુપિયાની જરુર પડતાં રૂા. 86 લાખ જેવી માતબર રક્રમ જમીનનો ગીરો ખત કરીને એક વર્ષ માટે લીધી હતી. જે ખેડૂતે તેમનાં લેણદારને રોકડમાં ચુકવી આપી હતી તેમ છતાં આ લેણદાર અને અન્ય બે મહિલાઓએ વ્યાજ ન ચૂકવો તો ઈજ્જત સાથે છેડછાડ કરી તેવા કેસ કરવાની ધમકીઓ આપી વ્યાજનાં રુપિયાની માંગણી કરી અવારનવાર ઉઘરાણી કરી ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ આ ખેડૂતે નોંધાવી હતી. પોલીસે આ અંગે મહિલાઓ સહિત ત્રણ સામે આઇ.પી.સી. 387, 506(2) તથા ગુજરાત નાણાંની ધીરનાર કરનારા અધિનિયમ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ શંખેશ્વરનાં સોહમણાનાં ખેડૂત હરીભાઇએ તા. 31-1-2020નાં રોજ સમીનાં એક ગામનાં શિવાભાઈ નામની વ્યક્તિ પાસેથી ઘરકામ માટે રૂા. 86 લાખની રકમ જમીનનો ગીરોખત કરીને લીધી હતી.તે સમયે તેમણે કોરા ચેકો પણ શિવાભાઇને આપ્યા હતા ને પાકતી મુદતે ખેડૂતે રૂા.86 લાખની રકમ રોકડમાં પરત કરી હતી. છતાં તેમણે ખેડૂત હરિભાઇ સામે શિવાભાઇએ સમી કોર્ટમાં આ પૈસા પરત આપેલ નથી તેવો કેસ કરેલો. જે હાલમાં ચાલી રહ્યો છે.