
સિદ્ધપુરના સેદ્રાણા ગામે કારખાનામાં કામ કરતા કારીગરે પગાર માગતાં માલિકે માર મારતા ફરિયાદ
સિદ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામે લોખંડના કારખાનામાં કામ કરતાં કારીગરનો પગાર નહીં થતા યુવક લોખંડ લઈને ગયો હતો. જેની ઉઘરાણી બાબતે બોલાચાલી થતી કારખાનાના માલિકે માર માર્યો હતો. જેથી નોકરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
કાકોશી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં વિજયભાઈ દલપતભાઈ લોખંડના કારખાનામાં કામ કરતો હતો અને કારખાનામાં કામગીરી દરમિયાન 18 મહિનાનો પગાર ચડી ગયો હતો. જેથી તેની માંગણી કરતા કારખાનાના માલિકે કહેલ કે, તું લોખંડ લઈ ગયો છે. ત્યારે હિસાબ આપ આમ બોલાચલી થતા પટેલ પ્રહલાદભાઈ હરિભાઈ અને તેમનો દીકરો પટેલ વિશાલએ માર મારતા નાની મોટી ઈજાઓ થઈ હતી. આ અંગે કાકોશી પોલીસ સ્ટેશનમાં કારીગરે બાપ અને દીકરા સામે પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી.