સાતલપુરમાં પેટ્રોલ પંપમાં જ ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી,

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા પાસે આવેલ પેટ્રોલ પંપ પર મંગળવારના રોજ ગાડીમાં પેટ્રોલ પુરાવ્યાં બાદ અગમ્ય કારણોસર ગાડીમાં આગ ભભૂકી ઉઠતા પેટ્રોલ પંપના સંચાલકો સહિત ગાડીમાં બેઠેલા ચાલક અને મુસાફરોમાં સનસનાટી સાથે અફરાતફરી મચી હતી.

તો ગાડીમાં અચાનક લાગેલી આગના કારણે ગાડીના ચાલક સહિતના મુસાફરોએ સમય સૂચકતા વાપરી ગાડીમાંથી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવ્યાં બાદ ગાડીમાં આકસ્મિક રીતે આગ લાગતા પમ્પ પર રહેલ ફાયરની અગ્નિ શામક સામગ્રી દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.