પાટણ પંથકના રાજપુર (ભદ્રાડા) પ્રા.શાળા મા સફાઈ માટે પતરાના સેડ પર ચડેલા આચાર્ય પતરા સાથે જમીન પર પટકાતાં મોત

પાટણ
પાટણ

શાળામાં સફાઈ અભિયાન દરમિયાન બનેલી ઘટનાના પગલે શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ સહિત મૃતકના પરિવારજનોમાં ગમગીની છવાઈ પાટણ પંથકમાં આવેલ રાજપુર (ભદ્રાડા) પ્રાથમિક શાળામાં બુધવારે હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત હાથ ધરાયેલી શાળા સંકુલની સફાઈ કામગીરી દરમિયાન શાળાના આચાર્ય સફાઈ અર્થે પતરાના સેડ વાળા રૂમ પર ચડયા હતાં ત્યારે આચાર્ય ના શરીરના વજનના કારણે સેડ નું પતરૂ તૂટતા આચાર્ય જમીન પર પટકાતાં તેઓને ગંભીર ઈજા પહોચતા તેઓનું કરૂણ મોત નિપજ્યું હોવાની ઘટના સજૉતા શાળા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

આ ઘટનાની મળતી હકીકત મુજબ પાટણ પંથકના રાજપુર (ભદ્રાડા) પ્રાથમિક શાળામાં બુધવારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શાળાના વિધાર્થીઓ સહિત શાળા પરિવાર સાથે શાળાના આચાર્ય નટવરભાઈ વજાભાઈ દરજી પણ શાળાની સફાઈ કામગીરી મા સહભાગી બની શાળા સંકુલની સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેઓ શાળા સંકુલની અંદર આવેલ પતરાના સેડ વાળા મકાન પર ચડી સફાઈ કામગીરી કરી રહ્યા હતા તે સમયે તેઓના શરીરના વજનથી પતરાના સેડ નું પતરૂ તૂટતા આચાર્ય જમીન પર પટકાતાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તેઓનું કરૂણ મોત નિપજતા શાળા પરિવાર સહિત વિધાર્થીઓ મા ગમગીની છવાઈ જવા પામી હતી.તો ધટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ પણ શાળા ખાતે દોડી આવ્યાં હતાં.

રાજપુર (ભદ્રાડા) પ્રાથમિક શાળામાં સફાઈ અભિયાન દરમિયાન સર્જાયેલી ઘટનામાં શાળાના આચાર્ય નટવરભાઈ વજાભાઇ દરજી નું મોત નિપજતા શાળા પરિવાર સહિત મૃતકના પરિવારજનો પર અણધારી આફત આવી પડી હોય પરમ કૃપાળુ પરમાત્મા મૃતક આચાર્યના આત્માને શાંતિ આપે તેવી સૌએ પ્રાર્થના કરી પરિવારજનો અને શાળા પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે તેવી કામના વ્યસ્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.