રાધનપુરમાં વેપારી દુકાન બંધ કરતા સમયે ગઠિયો 1,40 લાખ લઈ નજર ચૂકવીને તફડાવી ગયો

પાટણ
પાટણ

વેપારી સાંજે દુકાન બંધ કરીને તાળું મારવા જતા રોકડ ભરેલ બેગ ગાયબ,પોલિસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી: રાધનપુર મેઇન બજાર તરફથી બહાર નીકળતા હાઇવે ચોકડી પર આવેલ વેપારીની દુકાનમાં શુક્રવારના મોડી સાંજે વેપારી દુકાન બંધ કરી રહ્યો હતો તે દરમિયાન દુકાનનું સટર બંધ કરીને તાળું મારવા જતા અજાણ્યા ગઠિયો રોકડ રકમની બેગ લઈને ભાગી છૂટયો હતો વેપારી પાછળ દોડતા ગઠિયો હાથ ન લાગતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થઈ હતી અને તેના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

રાધનપુર હાઇવે ચોકડી પર આવેલ વેપારીની દુકાન પર નંદલાલ મહેશ્વરી દુકાન પર તેઓના પુત્ર વિપુલ હતો તે દરમિયાન ગત મોડી સાંજે વિપુલ દુકાનનું શટર પાડીને રોકડ રકમ ભરેલ બેગ ટેબલ પર મૂકીને તાળું મારવા જતા કોઈ અજાણ્યા શખ્સ બેગ લઈને ભાગી છૂટયો હતો જે બેગ લેવા વેપારી પાછળ ભાગ્યો હતો પરંતુ ગઠિયો હાથ આવ્યો ન હતો હર્ષદ નંદલાલ મહેશ્વરી એ જાણવા જોગ રાધનપુર પોલિસ સ્ટેશન ખાતે અરજી આપી હતી અને પોલિસ ફરિયાદ નોંધાઇ હતી.

રાધનપુરમાં ફરી એકવાર ચિલઝડપ ની ઘટના : રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના ખેડૂત બેંકમાં થી લોન લઈને બહાર નીકળતા ખેડૂતના 2.58 લાખ લઈને ગઠિયો ફરાર થઇ ગયો હતો.ચિલઝડપ ની ઘટના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે અગાઉ અનેકવાર ઘટના બની ચૂકી છે.

રાધનપુરમાં થોડા દિવસો અગાઉ થયેલ ઘરફોડની ચોરીમાં આજ દિન સુધીમાં ચોરો પકડાયા નહિ. રાધનપુર શહેરમાં થોડા દિવસ અગાઉ અલગ અલગ સોસાયટી માં થી ઘરફોડ ચોરીઓની ઘટનામાં એક પણ ચોર પોલિસ પકડી શકી નહિ શહેરમાં અસામાજિક લૂખા તત્વો પોલિસ પકડી ને જેલ હવાલે કરવા લોકો માંગ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.