
રાધનપુરમાં બપોર સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી પાણી થયા
સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં વહેલી રાધનપુર સાંતલપુર સિદ્ધપુર,હારીજ,સમી ચાણસ્મા,શંખેશ્વર, સરસ્વતી સહિત પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં રાધનપુરમાં સવારથી અત્યાર સુધી 6 ઈંચ વરસાદ પડતાં નીચાણ વાળા વિસ્તારો સહિત મસાલી રોડ અને મેન બજારમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન બન્યા હતા.
પાટણ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. પાટણ, રાધનપુર સાંતલપુર,સમી, હારિજ,ચાણસ્મા,શંખેશ્વર, સરસ્વતી સહિત વરસાદનું આગમન થઈ ગયું છે. ત્યારે વહેલી સવારથીજ રાધનપુર પંથક અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. જિલ્લાનાં હારીજ,સમી, રાધનપુર તાલુકા સહિત સાંતલપુરમાં વરસાદનું આગમન તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.પાટણ જિલ્લામાં સવારે 6 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ રાધનપુરમાં 156 મીમી, સાંતલપુરમાં 57 મીમી, સિદ્ધપુરમાં 30 મીમી,હારીજમાં 53 મીમી,પાટણ 27મીમી,સમી 26 મીમી,ચાણસ્મા 38મીમી, શંખેશ્વર 34 મીમી,સરસ્વતિ 27મીમી વરસાદ નોંધાયો હતો.