
પાટણની ધારપુર હોસ્પિટલમાં ગંભીર પ્રકારની ચાર જૂદી જૂદી સર્જરી વિના મૂલ્યે કરી દર્દીઓને રજા અપાઈ
મહેસાણા જિલ્લાના પુરુષ દર્દી નું સ્તન નું જટિલ ઓપરેશન ધારપુર સિવિલ મા જનરલ સર્જરી વિભાગ ખાતે સફળ રીતે કરવામાં આવ્યું હતું. સંજયકુમાર રેવાભાઈ પરમાર ઉ.વર્ષ 22 ને કલાઈન ફેક્ટર નામ ની આનુવંશિક બીમારી ના કારણે બંને બાજુ ની સ્તન ની ગ્રંથિ નો અસામાન્ય વિકાસ થવાથી દર્દી ના સ્તન સ્ત્રી ની જેમ વિકાસ પામતા હોય છે જે માટે ધારપુર ના તબીબો એ દર્દી ની પ્લાસ્ટિક સર્જરી કરી બંને બાજુ ના સ્તન માંથી માત્ર 2 થી 3 સેમી ના ચેકા દ્વારા મશીન ની મદદ થી ( લાઇપો સકશન) વધારા ની ચરબી દૂર કરવા માટે નું ઓપરેશન કરવામાં આવ્યું હતું તથા આ બાદ દર્દીને 5 દિવસમાં રજા આપવામાં આવી હતી. જયારે ધારપુર સિવિલ જનરલ સર્જરી વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લા ના દર્દીનું દૂરબીન થી પથરી નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઉષાબેન હસમુખભાઈ જગાણીયા નામની મહિલાને ડાબી બાજુ કિડની માં 1.5 × 1.5 સે.મી ની મોટી પથરી હતી જેનું સામાન્ય રીતે ચેકો મૂકી કિડની ખોલી ને ઓપરેશન કરવામાં આવતું હોય છે. પરંતુ ધારપુર ના જનરલ સર્જરી વિભાગ દ્વારા દૂરબીન થી આ પથરી લીથોટ્રિપ્ટર ની મદદ થી તોડી કાઢવામાં આવી હતી. આ બાદ દર્દી ને રાહત થતાં રજા આપવામાં આવી હતી. ધારપુર હોસ્પિટલમાં ચેહરા પર ના ચામડી ના કેન્સર ની પ્લાસ્ટીક સજૅરી જનરલ સર્જરી વિભાગ ખાતે કરવામાં આવી હતી.
સોમીબેન મનજીભાઈ દેવીપૂજક ઉ. વ. 65 જેઓ પાટણ જિલ્લાના નિવાસી હોય જેઓને ચેહરા પર ચામડી નું કેન્સર ડાબી બાજુ ની આંખ ની પાસે થયું હતું જે માટે પ્લાસ્ટિક સર્જરી કરી નજીક ના ભાગ માંથી ચામડી લઈ ને,સર્જરી વિભાગ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ માટે દર્દી ને ઘણા પૈસા નો ખર્ચ થતો હોય છે પરંતુ ધારપુર હોસ્પિટલમાં આ સજૅરી વિના મૂલ્યે કરી દર્દી સ્વસ્થ બનતા રજા આપવામાં આવી હતી. જયારે મગજ માં હેમરેજ થતાં અતિ ગંભીર દર્દી ને પણ ધારપુર ના તબીબો એ સજૅરી કરી જીવનદાન આપવામાં સફળ રહયા છે. ઈશ્વરભાઈ રામજીભાઈ દેસાઈ ઉ .વર્ષ 52 ને બ્લડ પ્રેશર વધી જતાં મગજ માં હેમરેજ થઈ ગયું હતું દર્દી બેભાન અવસ્થા માં તથા ખેંચ સાથે ધારપુર તાત્કાલિક સારવાર વિભાગ માં દર્દી ના સગા દ્વારા લાવવામાં આવ્યું હતું.