પાટણમાં ધારાસભ્ય રધુ દેસાઇને કોરોના, વધુ ૨૧ દર્દી કોરોના સંક્રમણ

પાટણ
પાટણ 225

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ રોકાવાનું નામ ન લેતું હોય તેમ આજેપણ ૨૧ કેસ સામે આવ્યા છે. આ સાથે રાધનપુરના ધારાસભ્યનો પણ અમદાવાદમાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે સાંજના સમયે જીલ્લામાં ૨૧ કેસ નોંધાતા જીલ્લાનો કુલ આંક ૬૦૦ પહોંચી છે. આજે સૌથી વધુ કેસ પાટણ અને ચાણસ્મા તાલુકામાં નોંધાતા કોરોના સંક્રમણ બેકાબૂ બન્યુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ દર્દીઓને સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં કોરોના પોઝિટીવનો કુલ આંક ૬૦૦ પહોંચ્યો છે. આજે જીલ્લામાં એકસાથે કોરોના વાયરસના નવા ૨૧ દર્દી ઉમેરાયા છે. આ ૨૧ સિવાય રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુભાઇ દેસાઇનો અમદાવાદમાં કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન લગત આજે નોંધાયેલા તમામ દર્દીઓના એકદમ નજીક અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.

પાટણમાં આજે નવા ૨૧ દર્દીઓમાં પાટણ શહેરમાં ૩, તાલુકાના નોરતામાં ૩ અને બાલીસણામાં ૧, ચાણસ્મા શહેરમાં ૧, તાલુકાના ધીણોજમાં ૩, મીઠીવાવડીમાં ૧, બ્રાહ્મણવાડામાં ૧, સિધ્ધપુર શહેરમાં ૨, રાધનુપર શહેરમાં ૪, સમીના ગુજરવાડામાં ૧, હારીજના એકલવામાં ૧ મળી નવા ૨૧ દર્દીઓનો ઉમેરો થયો છે. હવે આ મહામારીથી બચવા લોકોને જ સતર્ક બનવું પડશે તે ચોક્કસ છે. પાટણ જિલ્લામાં જે રીતે કોરોના કહેર વ્યાપી રહ્યો છે તે જોતા સમગ્ર જિલ્લામાં ફરી લોકડાઉન કરાશે તેવુ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.