
પાટણમાં પતિના દીર્ઘાયુ માટે મહિલાઓએ સમૂહમાં કેવડા ત્રીજની પૂજા કરી
ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે મનાવવામાં આવે છે. સોભાગ્યવતી મહિલા દ્વારા સુખ,શાંતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય અને પરિવારજનોનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે. જેમાં ફરાળ કરતા પહેલા કે પાણી પીતા પહેલા કેવડાનું ફુલ સુંઘવાનો નિયમ પાળવાનો હોય છે.
વ્રતમાં સવારે શંકર ભગવાનનું કેવડાથી પૂજન કરી ફળાહાર સાથે દિવસ પસાર કરવાનો હોય છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. ત્યારે પાટણ શહેરમાં પણ કેવડાત્રીજના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈ શહેરના બગેશ્વર મહાદેવ મંદિર, સીધવાઈ માતાજી મંદિર પરિસર અને છત્રપતેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરના પૂજારીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે મહિલાઓએને સમૂહમાં કેવડાત્રીજનું પૂજન કરવ્યુ હતું.