
પાટણમાં વિધ્નહર્તાની મહોલ્લા,પોળ અને સોસાયટીઓમાં સ્થાપના કરાશે
પાટણ જિલ્લામાં ગણેશોત્સવનું ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. જેમાં પાટણ શહેરમાં સોસાયટી, મહોલ્લા,પોળ,કોમ્પ્લેક્સમાં ગણપતિદાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. જ્યારે પાટણ શહેરનો ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશ વાડીમાં પણ મહારાષ્ટ્રીયન પરિવારોના ગજાનન મંડળી દ્વારા 146માં સાર્વજનિક ગણપતિ મહોત્સવની ઉજવણીનાં ગણેશ ચતુર્થીના પાવન દિવસથી પારંભ કરવામાં આવનાર છે.પાટણમા મોટી સંખ્યામાં ગણેશજીની વિવિધ જાતની માટીની અને પીઓપીની મૂતિઓ વેચાણ માટે બજારમાં મુકાઈ છે. જેની કિંમત 100રૂ થી લઈ 10 હજાર સુધીની છે.
પાટણ શહેરના હિંગળાચાચર ગણપતિની પોળ, પાલિકા બજારમાં વેપારીઓ દ્વારા રાજમહેલ કા રાજાની પંડાલમાં ગણેશજીની સ્થાપના થશે. અનાવાડા નજીક ચિંતામણી ગણપતિ મંદિર,સોનિવાડા ખાગપરાની પોળ માં,ત્રણ દરવાજા, સુભાષચોક, મામલતદાર કચેરીની અંદર આવેલા ગણેશમંદિર, સહિત ગણેશ મંદિરોમાં સહિત શહેરની સોસાયટી, મહોલ્લા, પોળ અને ઘરોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે શહેરની બજારોમાં ગણપતિ દાદાની વિવિધ જાતની મૂર્તિઓ બજારમાં વેચાણ માટે મુકાય છે. જેની ભક્તો પૂજન અર્ચન માટે ખરીદી કરી રહ્યા છે.પાટણ મામલતદાર કચેરી ખાતે આવેલ ગણપતિ દાદાના મંદિરે હવન યોજાશે.શ્રી ગજાનંદ મંડળી દ્વારા પાટણમાં આ વર્ષે 146મા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેના માટે વડોદરામાં માટીમાંથી ઈકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. અહીંના ભદ્ર વિસ્તારમાં આવેલી ગણેશવાડીમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશજી મૂર્તિનું 11 દિવસ સુધી પૂજા-અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે અને ત્યાર બાદ પૂનમ ના દિવસેએનું વિસર્જન કરાશે.