પાટણમાં ધોરણ 12 સાયન્સનું 73.11 ટકા પરિણામ આવ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુરૂવારે સવારે માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ સવારે 10 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 73.11 ટકા પરિણામ જાહેર થયું હતું. નોંધનીય છે કે જિલ્લામાં ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું. નોંધનીય છે કે પાટણના 4 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ કેન્દ્રનું 74.09 ટકા, સિદ્ધપુરનું 68.40 ટકા, ચાણસ્મા કેન્દ્રનું 71.07 ટકા અને રાધનપુર કેન્દ્રનું 73.86 ટકા પરિણામ આવ્યું છે.
પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 1683 વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 43 વિદ્યાર્થીઓએ A2, 140 વિદ્યાર્થીઓએ B1 અને 246 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 353 વિદ્યાર્થીઓએ C1 અને 362 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 80 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 2 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.