પાટણમાં આ વર્ષે ઉતરાયણ પર્વમાં પતંગ-દોરીના ભાવમાં 25થી 30 ટકાનો વધારો

પાટણ
પાટણ

આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મૈંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ પાટણ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે.

આ અંગે વેપારી ગોપાલ ભાઈ પટણી જણાવ્યું કે, છેલ્લા કેટલાય વર્ષથી વેપાર કરું છું.પાટણ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ હજુ જામ્યો નથી. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 100 થી 120 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકનાં પંજાના 80 થી100 , નાના પતંગોમાં ગતવર્ષ કરતા 50 રૂપિયા વધુ ભાવ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.