
પાટણમાં ડમ્પર ચાલકે વીજ કંપનીના અનેક થાંભલાઓ અડફેટે લઈ જમીનદોસ્ત કર્યા
પાટણ શહેરમાં મોડી રાત્રે કાલી બજાર સહિતના પાંચથી મોટા વિસ્તારોમાં બેફામ પસાર થયેલા ડમ્પર ચાલકે રસ્તા ઉપરના પાંચથી વધુ વીજ થાંભલાઓ અને ડીપી અડફેટે લઈ જમીનદોસ્ત કરતા રાત્રી દરમિયાન આ વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. જેથી રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
મોડી રાતથી ડૂલ થયેલી વીજળી સવારે 10 વાગ્યા સુધીના આવતા લોકો ગરમીમાં ભારે બફારા વચ્ચે શેકાતા ડમ્પર ચાલક સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ વીજ કંપની દ્વારા નુકસાન કરનાર ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પ્રક્રિયા શરૂ કરી હતી.
શહેરના કાલી બજાર ખાન સરોવર, ખાલકપરા સાહિત વિવિધ સોસાયટીઓવાળા વિસ્તારોપરથી મોડી રાત્રે પસાર થયેલા એક ડમ્પર ચાલકે રસ્તા ઉપર આવેલા વીજ કંપનીના થાંભલાઓ સહિત એક ડીપીને અડફેટે લેતાં તૂટીને જમીન ઉપર પડતાં વીજ વાયરો તૂટી ગયા હતા. જેથી વીજળી ડૂલ થઈ ગઈ હતી.
વીજળી જવાના કારણે પાંચ જેટલા વિસ્તારોમાં મોડી રાતથી વહેલી સવાર સુધી લોકોના કામ અટવાઈ પડ્યા હતા. સાથે ભારે બફારાના કારણે ગરમીમાં લોકો શેકાતા વીજળી વગર ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.