
પાટણમાં કન્યાના પિતાએ તેની બહેનને 8 લાખના દાગીના ભરેલી બેગ આપી
પાટણ શહેરનાં ઊંઝા હાઇવે ઉપર આવેલા લગ્ન હોલ ખાતે ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમયાન રાત્રિનાં સુમારે અજાણ્યો વ્યક્તિ એક મહિલા પાસેથી રૂા. 8,09,800ની કિંમતનાં સોના-ચાંદીનાં દાગીના ભરેલી બેગ ચોરી કરીને લઇ જતાં સમગ્ર લગ્ન પ્રસંગમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું.
આ અંગેની મળતી મુજબ પાટણમાં અંબાજી નેળીયામાં અંબાજી નગર સોસાયટીમાં રહેતા અને બનાસકાંઠાની ખીમાણા હનુમાનપુરા શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં ચિરાગકુમાર મનસુખલાલ સુથાર (ઉ.વ. 47)ની દિકરી દૃષ્ટિબેનનાં તા. 28-11-11નાં રોજ લગ્ન સાંજે પાંચથી રાત્રે 10 વાગ્યા સુધી હાંસાપુર પાસેનાં ખોડાભા હોલ ખાતે યોજાયા હતા.
જે લગ્ન પ્રસંગ દરમ્યાન તેમની દિકરીનાં કન્યદાન વખતે પિતાપક્ષ તરફથી તેમજ તેના મોસાળ તરફ તેમની દિકરી દૃષ્ટિને આપવા માટે પિતાએ ખરીદેલા તેઓએ સગાસંબંધીઓને વાત કરતાં સૌએ દાગીના ભરેલી બેગ લઈ જનારની શોધખોળ કરાવી હતી. પરંતુ કોઇ હકીકત મળી નહોતી. બાદમાં મોસાળ પક્ષનાં દાગીનાનો હિસાબ કરતાં રૂા. 8,08,800ની મતાનાં દાગીનાની ચોરી થઇ હોવાનું જણાતાં તેમણે પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.