
પાટણમાં ખેલૈયાઓ ગરબાના તાલે હિલોળે ચડ્યા
પાટણ શહેરમાં મહાનૃત્યોત્સવ નવરાત્રિ પર્વનાં ગરબાનો માહોલ ચોતરફ રંગીન બની રહ્યો છે. જોત જોતામાં શકિતના મહાપર્વની રઢિયાળી ચાર ત્રણ રાતો પસાર થઈ જતાં યુવાન ખેલૈયાઓ બાકીની રાત્રીનો ભરપૂર આનંદ ઉઠાવવા થનગની રહ્યા છે. રોજબરોજ અવનવા ડ્રેસ અને વિવિધ આકર્ષણ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. તો નવરાત્રિના ગરબાની નવરંગે મઢેલી રાતોની રંગત હવે રંગીન બનતી હોય તેવો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો છે.
પાટણ, ઊંઝા રોડ પર આવેલ ખોડાભા હોલમાં હેરિટેજ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નોરતાની ચોથી રાત્રિએ યુવાન ખેલૈયાઓએ ટ્રેડીનલ વસોના પરીધાન સાથે સાથે અવનવા મટીરીયલ પહેરી લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને યુવાન ખેલૈયાઓ અને યુવતીઓ ગામઠી ચણીયાચોળી, લાઇટીંગવાળા ડ્રેસની સાથે સાથે માથે ટોપી અને કાળા ચશ્મા પહેરી ઓરકેાની તાલે ગરબાની રંગત જમાવી રહ્યા છે.