પાટણમાં લગ્નની લાલચ આપી બળજબરીથી સંબંધ બાંધી યુવતિને ગર્ભવતી બનાવી, યુવક સામે ફરીયાદ

પાટણ
પાટણ 173

પાટણ શહેરની યુવતિને ઇસમે ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતી 22 વર્ષિય યુવતિ ગત વર્ષોએ બજારમાં ગયા બાદ એક યુવક સાથે પરીચય થયો હતો. આ તરફ ઇસમે યુવતિને ફોસલાવી લગ્ન કરવાનું વચન આપી તેને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદમાં યુવતિને ગર્ભ રહી ગયા બાદ યુવતિએ ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

પાટણ શહેરના એક વિસ્તારની 22 વર્ષિય યુવતિને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવનાર ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. બે વર્ષ પહેલાં યુવતિ બજાર ગઇ હોઇ ત્યાં સતીષકુમાર નામના ઇસમ સાથે પરીચય થયો હતો. જે બાદમાં ઇસમ યુવતિનો અવાર-નવાર પીછો કરતો હોઇ યુવતિ એન તેના વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આ તરફ ઇસમે યુવતિને ફોન કરી અવાર-નવાર મળવા બોલાવતો હોઇ એક દિવસ ગેસ્ટ હાઉસમાં તેની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સાથે અવાર-નવાર યુવતિ સાથે શરીર સંબંધ બાંધતાં યુવતિ ગર્ભવતિ બનતાં ચકચાર મચી ગઇ છે.

પાટણ શહેરની એક યુવતિને લગ્નની લાલચે ગર્ભવતી બનાવવાની ઘટના સામે આવતાં હડકંપ મચી ગયો છે. સતિષ નાનજીભાઇ પરમાર (રહે.સાલવીવાડો, પાટણ)વાળાએ યુવતિને ફોસલાવી અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદમાં લોકડાઉનને કારણે યુવકે મળવા આવવાનું બંધ કર્યુ હતુ. આ દરમ્યાન યુવતિને પેટમાં દુ:ખાવો ઉપડતાં તપાસ કરતાં ગર્ભવતી હોવાનું ખુલ્યુ હતુ. સમગ્ર મામલે યુવતિએ સતિષ પરમાર સામે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમ વિરૂધ્ધ આઇપીસી કલમ 376(2)(n), 354D(1)(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.