પાટણ જિલ્લામાં કોરોના ના વધુ ૧૩૯ કેસ નોંધાતા કુલ આંકડો ૯૨૦૬ ઉપર પહોંચ્યો

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ – પાટણ જિલ્લા પ્રશાસન દ્વારા અપાયેલા લોકડાઉન અને જિલ્લાવાસીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા છેલ્લા ચારેક દિવસથી પાટણ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.તો છેલ્લા બે દિવસથી કોરોના ટેસ્ટીગ ઘટતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી હતી ત્યારે શુક્રવારના રોજ પાટણ જિલ્લામાં કોરોનાના કુલ ૧૩૯ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા હોય જેને લઈ લોકોમાં ફરીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાટણ શહેર સહિત જિલ્લાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો નોધાતા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમિત વિસ્તારમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કરી વિસ્તારને કોર્ડન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૯૨૦૬ ઉપર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં પાટણમાં ૫૦,સરસ્વતી ૮,સિધ્ધપુર ૨૧, ચાણસ્મા ૩, સાંતલપુર ૧૭ , સમી ૨૧, શંખેશ્વર ૧૦,હારીજ ૯ મળી જીલ્લામાં કુલ નવા ૧૩૯ કેસ નોંધાયા છે.તો જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસો નો આકડો ૯૨૦૬ ઉપર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.