પાટણ શહેરમાં : ફાયર સેફ્ટી વગરના, પ્રથમ દિવસે બે કોમલેક્સ ની 120 દુકાનો સીલ કરવામાં આવ્યા
રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા ફાયરવિભાગએ પાટણ શહેરમાં ઠેરઠેર ફાયર એનઓસી અને વ્યવસ્થાના ભાગરૂપે યુદ્ધની ગતિએ તપાસનો દોર હાથ ધરીનું નોટીસ કાર્યવાહી બાદ એકમો સીલ કરવાની ક્વાયત હાથ ધરી છે. જેમ પાટણ શહેરની 44 જેટલા જેટલા એકમોમાં ફાયર સેફ્ટીની સુવિધા અને ફાયર એનઓસી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું .
ફાયર એનઓસીના પગલે પાટણ શહેરમાં 44 જેટલા કોમલેક્સમાં હાથ ધરવામાં આવેલી ક્વાયતમાં સોમવારે વધુ એકમો સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેનાં પગલે એનઓસી વિહોણા, એકમ ધારકોમાં ભારે ઉત્તેજના અને દોડભાગ મચી જવા પામી છે.પ્રથમ દિવસે બે કોમલેક્સ ની 120 દુકાનો સીલ કરવામાં આવ્યા હતા ત્યારે ફરી સિલિગ પક્રિયા પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી.
જેના પગલે શુક્રવારે જુદાજુદા બે કોમ્પ્લેક્સ ની 120 દુકાનો સીલ કર્યા બાદ ફરી સિલિગ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અંબાજી નેળિયા માં શ્રેય મોલ ને સીલ કરવામાં આવ્યો હતો. સાંજ સુધી સિલિગ ની પક્રિયા શરૂ રહશે. એનઓસી વિહોણા એકમધારકોમાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી છે. આ સમગ્ર કાર્યવાહિ રિજિયોનલ ફાયર ઓફિસર ગાંધીનગર ની આગેવાની માં ટીમ વર્ક કરી રહે છે. જ્યાં હજુ પણ પાટણ શહેર ખાતે કાર્યવાહી ચાલુ રહેશે આજે અત્યારે પાટણ અંબાજી નેળિયા માં શ્રેય મોલ સિલિગ કર્યો હોવાનું જણાવ્યું હતું.