પાટણમાં વીજળીના થાંભલા ઉપર શોટસર્કિટ થતાં અફડા તફડી મચી

પાટણ
પાટણ 25

(રખેવાળ ન્યૂઝ) પાટણ,
એક તરફ ચોમાસા પૂર્વે જીઈબી તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી અર્થે રવિવારે રજાના દિવસે કલાકો સુધી લાઈટ કાપ કરી મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાતી હોય છે છતાં ચોમાસાની ઋતુમાં અવાર નવાર શહેરના વિવિધ વિસ્તારોમાં વિજ ફોલ્ટ સજૉવાની સમસ્યા રોજ બરોજ સજૉતી હોય છે ત્યારે શનિવારની રાત્રે શહેરના સિધ્ધપુર હાઈવે રોડ પરની ત્રણ સોસાયટી ને અડીને ખેતરમાં વિજ સપ્લાય માટે ઉભી કરવામાં આવેલ વિજ લાઈનમાં અગમ્ય કારણોસર શોટૅ સર્કિટ સજૉતા આગ ભભૂકી ઉઠી હતી જેને લઇને વિસ્તારના રહીશો માં ફફડાટ સાથે અફડા તફડી મચી જવા પામી હતી ત્યારે આ વિસ્તારના કેટલાક યુવાનો એ સમય સુચકતા સાથે અગ્નિ શામક સાધનો વડે આગને ઓલવી કોઈ અનિચ્છનિય ઘટના બનવા દીધી ન હતી.તો વિજ લાઈનમાં સજૉયેલી શોટૅ સર્કિટ નાં કારણે આ વિસ્તાર માં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો તો આ બાબતે રહિશો દ્વારા જીઇબી કચેરી ને જાણ કરતાં કલાકો પછી જીઇબીના કમૅચારીઓ ઘટના સ્થળે આવતા વિસ્તારના લોકો માં રોષ જાેવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.