
હારીજમાં ગ્રાહક પાસેથી રૂ. 2 લાખ એડવાન્સ લઈ માલિકે કાર ન આપી
હારીજના એક ગ્રાહકે કાર ખરીદવા માટે આરટીજીએસ ચેકથી રૂપિયા 2 લાખ પુરા ચુકવ્યા હોવા છતાં માલિકે ગાડી આપી ન હતી. કે રકમ પરત ન કરતાં પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં હારીજ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ છે.
હારીજના ફરશુભાઇ ડી. ઠકકરે પોતાના દીકરા નિલેશભાઇની દીકરી સપનાને ગાડી આપવાની ઇચ્છા હોઇ તેમના પૌત્ર યુવરાજભાઇએ શીવા મોટર્સ શો-રૂમના માલિક કૃણાલભાઈ આર. પટેલ (રહે. અમદાવાદ)સાથે મોબાઈલ ઉપર વાત કરી હોન્ડા સીટી કાર ખરીદવા વાત કરી હતી.
જેથી કુણાલભાઇએ એક મહિનામાં કાર આપવાનું કહી રૂપિયા 2 લાખ માંગ્યા હોવાથી તેમની પૌત્રી સપનાબેનના બેન્ક ઓફ બરોડા હારીજ શાખામાંથી ગત 25 નવેમ્બર 2022 ના રોજ બાના પેટે રૂ. 2 લાખ આરટીજીએસથી શીવા મોટર્સને મોકલી આપ્યા હતા. તેમ છતાં કારની ડીલીવરી ન આપી છેતરપિંડી કરતાં હારીજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.