ચાણસ્મામાં પિતા-પુત્રને બાઈક ધીમું ચલાવવા ઠપકો આપતાં પિતા-પુત્રએ મોતને ઘાટ ઉતાર્યા

પાટણ
પાટણ

પાટણના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે ગઈકાલે રવિવારની રાત્રે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવાની બાબતે ઠપકો આપનાર આધેડ ઉપર છરી વડે હુમલો કરી પિતા-પુત્રએ મોત નીપજાવ્યું હોવાની ઘટના બનતા ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. બનાવની જાણ ચાણસ્મા પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાને થતા તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ગામનું વાતાવરણ ડહોળાય નહિ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. ઉપરાંત આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્માના ખોરસમ ગામે રહેતા ભૂદરભાઈ થોભણદાસ પટેલ નામના આધેડે રવિવારના રોજ પુરઝડપે બાઈક હંકારીને પસાર થતા શહેઝાદ ખાન રહેમાન ખાન સિપાઈ નામના યુવકને બાઇક ધીમું હંકારવાનું જણાવી ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા શહેજાદ ખાન સિપાઈએ આ બાબતે તેના પિતા રહેમાન ખાન સિપાઈને જણાવતાં બંન્ને બાપ-દીકરાએ બાઈક ઉપર આવી બજારમાં ઉભેલાં ભૂદરભાઈને અપશબ્દો બોલ્યા હતા.

તેમજ મારા દીકરાને બાઈક સ્પીડમાં હંકારવા બદલ કેમ ઠપકો આપ્યો હતો તેમ કહી ઉશ્કેરાઈ જઈ પોતાની પાસેની છરી વડે ભૂદરભાઈ ઉપર હિચકારો હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલાં ભૂદરભાઈ જમીન પર ફસડાઇ પડ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં ખોરસમ ગામમાં સનસનાટી મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.