
સિદ્ધપુર બિલિયા બેઠકની 15 શાળામાં હલકી ગુણવત્તાના કૂલર અને R.O. પ્લાન્ટ મામલે ગાંધીનગર વિકાસ કમિશનર કચેરીથી તપાસના આદેશ
પાટણ જિલ્લા પંચાપત પ્રમુખ જે બિલીયા બેઠક ઉપરથી જીત્યા છે, તે બેઠક હેઠળ આવતા 15થી વધુ ગામડાંઓની શાળામાં લગાવવામાં આવેલા વૉટર કૂલર તથા પ્લાન્ટ સ્ટાન્ડર્ડ કંપનીને બદલે ચીલાચાલુ એસેમ્બલ રીતે લગાવી દીધા હોવાના ગંભીર આક્ષેપો બિલીયા અને સમૌડા ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ ઉપસરપંચ દ્વારા કરવામાં આવ્યા હતા. જે બાદ આ મશીનરી લગાવનાર એજન્સીને કરવાનું થતું ચૂકવણું અટકાવી દેવાયું હતું. આ મામલે હવે ગાંધીનગરથી તપાસના આદેશ થતાં પાટણ જીલ્લા વિકાસ અધિકારીએ ત્રણ અધિકારીઓની તપાસ સમિતિ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે.
પાટણ જિલ્લા પંચાપતમાં સિદ્ધપુર તાલુકાની બિલીયા સીટ અંતર્ગત આવતી 15થી વધુ શાળાઓમાં ભૂલકાંઓ માટે પાણીના RO, પ્લાન્ટ અને વોટર ફૂલર લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેથી શાળામાં અભ્યાસ કરતાં ભૂલકાંઓને સ્વચ્છ અને ઠંડું પાણી મળી રહે. પરંતુ નાના ભૂલકાંની સુવિધાઓમાં પણ રૂપિયા ખાવાની દાનત રાખનાર એજન્સીએ શાળાઓમાં સ્ટાન્ડર્ડ અને ઉચ્ચ ગુણવત્તાના વોટર કુલર અને R.0, પ્લાન્ટ નાખવાને બદલે હલકી ગુણવત્તાની મશીનરી ફીટ કરી દઈ બાળકોના સ્વાસ્થ્ય અને જીવ સાથે ગંભીર ચેડા કર્યા હોવાના આક્ષેપ સમોડાના પૂર્વ ઉપસરપંચ અને પાટણ જીલ્લા ભાજપ કિશન મોર્ચાના મંત્રી નરેન્દ્ર ચૌધરી અને બિલીયાના પૂર્વ સરપંચ દિલીપ પટેલે આક્ષેપ કરીને ફરીયાદ કરતાં આ મામલે જીલ્લા પંચાયત દ્વારા એજન્સીને વોટર કુલર અને R,0), પ્લાન્ટની રકમની ચૂકવણી અટકાવી દેવાઈ હતી.
આ મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચતા હવે ગાંધીનગરથી વિકાસ કમિશ્નરે તપાસના આદેશ કરતા પાટણ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરવા માટે 3 અધિકારીઓની સમિતિ બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે. આ બાબતે સમોડાના પર્વ ઉપસરપંચ અને પાટણ જીલ્લા ભાજપ કિસાનમોર્ચોના મંત્રી નરેન્દ્રભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ, હલકી ગુણવત્તાના વોટરકુલર અને આર આર ઓ પ્લાન્ટ લગાવ્યા છે જેનો ઉપયોગ શાળા માં ભણતાં નાના ભુલકાઓ કરવાના છે. જો કોઇ શોર્ટ સર્કીટ જેવી ઘટના બને અને કરંટ લાગવાથી કોઈ નિર્દોષ બાળકનો જીવ જશે. તો એજન્સીના માલિકો જવાબદાર ગણાશે તેવો વેધક આક્ષેપ કરી આ એજન્સીને બ્લેક લિસ્ટ કરી કડક કાર્યવાહી હાથ ધરવાની માંગ ઉઠાવી છે.