પાટણ મા કાર્યરત સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ સંચાલકો ની મનમાની સાથે FRC ના નિયમોના ઉલ્લંધન મામલે જિલ્લા કલેકટરને રજુઆત કરાઈ
પાટણ જિલ્લા NSUI, કરણી સેના,રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને વાલીઓએ રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કર્યુ
તાત્કાલિક ધોરણે માગ નહિ સંતોષવામાં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી
પાટણ જિલ્લા NSUI કરણી સેના,રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને વાલીઓ દ્વારા સેલ્ફ ફાઇન્સ શાળાના સંચાલકો દ્વારા એફ આર સી ના નિયમો નું ઉલ્લંધન, શાળાઓમાં વિધાર્થીઓ સાથે કરાતા ભેદભાવ,શારીરિક પ્રવુતિ ઓની અલગ થી ફી ઉઘરાવવી,શાળાઓમાં લેવા મુકવા માટે આવતી સ્કૂલ વાનો ટેક્સી પાસિંગ વાન સાથે ફાયર સેફટી સિલેન્ડર રાખવા સહિત ની વિવિધ માંગ સાથે સોમવારે શહેરના ટીબી ત્રણ રસ્તા થી રેલી યોજી કલેક્ટર ને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી. અને ઉપરોક્ત મામલે યોગ્ય ન્યાય નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
પાટણ કલેકટર ને આવેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની FRC (ફી રેગ્યુલેશન કમિટી)ના નિયમોનું પાટણ જિલ્લાની સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ઉલ્લંધન કરી ખૂબ જ મોટા પ્રમાણમાં ફી ની ઉંઘરાણી કરી રહી છે તેને અટકાવવામાં આવે,RTE (રાઈટ ટુ એજ્યુકેશન) એક્ટ મુજવા અભ્યાસ કરતા બાળકોના શાળા પરિવાર દ્વારા સુવિધાઓથી ભેદભાવ રાખવામાં આવે છે,શાળાઓમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, શારીરિક પ્રવૃત્તિઓની અલગ ફ્રી ઉઘરાવી બાળકો આર્થિક મુશ્કેલી ધકેલવામાં આવે છે, શાળાઓમાં લેવા મૂકવા માટે આવતી સ્કૂલ વાનો માં ટેક્સી પાર્સિગ વાન સાથે ફાયર સેફ્ટી નો સિલિન્ડર સાથે રાખવામાં આવે તેમ જ સીટિંગ મુજબ બાળકોને બેસાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
જો આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચિમકી આપી પાટણની એકલવ્ય સ્કુલ ઓફ સાયન્સ તેમજ આવી અન્ય પ્રાઇવેટ શાળાઓ FRC ના નિયમો વિરુધ્ધ મનમાની કરી વિદ્યાર્થીઓ ના વાલીઓ પાસે ફી ઉઘરાવે છે. તો આવી શાળાઓ પોતાની શાળાઓ માંથી જ સ્ટેશનરી, પુસ્તકો,નાસ્તા,બુટ-મોજા તેમજ કપડા લેવાની પણ વાલીઓને ફરજ પાડે છે અને શાળાને આર્થિક લાભ લેવા માટેની સંસ્થા બનાવી દીધેલ છે. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન છે.
Tags demands immediately Protest