પાટણમાં સ્વાતંત્ર્ય સેનાની કલેક્ટરના હસ્તે સન્માન કરાયું

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની સ્વ મણિભાઈ અમીન વિશે વાત કરવામાં આવે ત્યારે સ્વ મણિભાઈ અમીનનો જન્મ પાટણ જિલ્લાના મણુંદ ગામે થયો હતો. તેઓશ્રી મેટ્રિકમાં હતા ત્યારે હિન્દ છોડો ચળવળમાં શરૂ થતાં સભા સરઘસમાં ભાગ લઈ ચોપાનીયાં વેચતા હતા. આઝાદીના રંગે રંગાઈ 1942 માં પાટણની અંગ્રેજી શાળા તરીખે ઓળખાતી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલમાં તેઓએ તેમના મિત્રો સાથે ભેગા મળીને આગચંપી કરતાં ધરપકડ વોરંટ નીકળતા તેઓ ભૂગર્ભમાં જતાં રહ્યા હતા . ઉત્તર ભારતમાં રહ્યા પછી વતન પરત આવ્યા. ત્યારબાદ તેઓ વર્ધા (મહારાષ્ટ્ર) ખાતે જઈ તેલની ધાણી અને મધમાખી ઉછેરની તાલીમ મેળવી ત્યાં મહાત્મા ગાંધીજીનું સાનિધ્ય પણ તેઓને સાંપડ્યું. આ પછી અમીનજીએ બારડોલી, સાપુતારા અને માઉન્ટ આબુમાં મધમાખી ઉછેરકેન્દ્ર શરૂ કરેલ હતું. 1964માં વડોદરા રાજ્ય દ્વારા આઝાદીની લડતના કેશો પરત ખેચતા વતનમાં પરત આવેલ. અમીનજીએ 1961,1969 અને 1975 થી 1985 સુધી મણુંદ ગામમાં સરપંચ તરીખે સેવાઓ આપી હતી. આ પ્રસંગે કાંતિભાઈ અમીન, જિલ્લા રમતગમત અધિકારી તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.