
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રોજગાર કેમ્પમાં યોજાયો
પાટણ જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આજે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.જેમાં 13 કોલેજના વિદ્યાર્થીઓ જોબ મેળવવા માટે આવ્યા હતા.જેમાં અત્યારસુધી 65 ટકા જેટલા વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું.આ કેમ્પમાં રાજ્યભરની 40થી વધુ નોકરીદાતા કંપનીઓ ઉપસ્થિત રહી હતી.જેમાં વિવિધ જગ્યાઓ માટે હાજર રહેલ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લઈ લાયકાત મુજબ નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. આ પ્લેસમેંટ કેમ્પમાં 4થી વધુ કંપનીઓ અને 770 જેટલી વેકેન્સીઓ હતી.