હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કુસ્તી સ્પર્ધા યોજાઇ

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરકોલેજ કુસ્તી સ્પર્ધા પાટણની ટીએસઆર કોમર્સ કોલેજના યજમાનપદે યોજવામાં આવી હતી. જેમાં 22 ટીમોમાં 77 જેટલા પુરૂષ સ્પર્ધકો અને 45 જેટલી મહિલા સ્પર્ધકોએ જુદીજુદી 10 વેઈટ કેટેગરીની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પાટણ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે આયોજિત કરાયેલા આંતરકોલેજ કુસ્તી સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્પોટ ડાયરેક્ટર ચિરાગ પટેલ,બોડૅ ઓફ સ્પોર્ટ્સ સભ્ય કિરીટ પટેલ,ટીએસઆર કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ વિરમગામી સ્પર્ધા મંત્રી ગૌરાંગભાઈ રામી ખાસ ઉપસ્થિત રહી સ્પધૅકોનો ઉત્સાહ વધાર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.