
હેમચંદ્રાચાર્ય યુનિમા સ્નાતક સેમ 6 અને અનુસ્નાતક સેમ 4ની પરીક્ષાનો પ્રારંભ થયો
પાટણની હેમચંદ્રાચાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજમાં વર્તમાનથી સ્નાતક સેમ 6 અને અનુસ્નાતક સેમ 4ની પરીક્ષા નો પ્રારંભ થયો હતો.જેમાં 54 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.ત્યારે આજથી ત્રણ તબક્કામાં વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો હતો.જેમાં સ્નાતક સેમ 6 અને અનુસ્નાતક સેમ 4ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો.જેમા આ વર્ષે સ્નાતક અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને બેસવામાં અગવડતા ન પડે તે માટે સવાર,બપોર અને સાંજ એમ ત્રણ સેશનમાં પરીક્ષા લેવાઈ રહી છે.જેના પ્રથમ તબક્કામાંની પરીક્ષા 21 થી 29 માર્ચ સુધી ચાલશે.