હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ મુક બધીર બાળકો જન્મદિવસની ઉજવણી કરી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના.કુલપતિ ડૉ. રોહિતભાઈ દેસાઈએ તેમનો જન્મદિવસ રીતરિવાજ મુજબ મુક બધીર શાળાના બાળકો સાથે ઉજવ્યો હતો. વિદેશી અનુકરણથી દુર રહી મુક બધીર બાળકોએ કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવી હતી.કુલપતિ દ્વારા બાળકોને મિષ્ટ ભોજન કરાવી આત્મસંતોષની અનુભૂતિ કરી હતી સાથેસાથે બાળકો સાથે બેસીને તેમની સાથે સાંકેતિક ભાષામાં વાતચીત કરી હતી તેઓની સાથે તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેન તથા શુભેચ્છકો જોડાયા હતા આ નિમિત્તે બહેરા મૂંગા શાળાના ટ્રસ્ટી, વહીવટદાર, સહમંત્રી , ગૃહમાતા અને શાળા સ્ટાફ સાથે ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી કુલપતિ દ્વારા જરૂર પડે ત્યારે ઉપયોગી થવા તત્પરતા બતાવી હતી.